Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

31stની ઉજવણીમાં ડ્રિંન્ક કર્યું તો ચેતી જજો, રાજકોટ પોલીસ છે ફૂલએક્શનમાં

31st ડિસેમ્બર નજીક આવી રહી છે  ત્યારે લોકો પણ પાર્ટી કરવાના અને મજા કરવાના મૂડમાં છે. ત્યારે લોકોના રંગમાં ભંગ ન પડે તે માટે રાજકોટ પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને અત્યારથી જ તમામ તૈયારીઓ કરી લીધી છે. જેથી લોકો 31stની ઉજવણી સારી રીતે અને મજા માણતા માણતા કરી શકે.31st ડિસેમ્બરને લઈને DCPક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે શાંતિ અને સલામતીથી 31stની ઉજવણી થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુàª
31stની ઉજવણીમાં ડ્રિંન્ક કર્યું તો ચેતી જજો  રાજકોટ પોલીસ છે ફૂલએક્શનમાં
31st ડિસેમ્બર નજીક આવી રહી છે  ત્યારે લોકો પણ પાર્ટી કરવાના અને મજા કરવાના મૂડમાં છે. ત્યારે લોકોના રંગમાં ભંગ ન પડે તે માટે રાજકોટ પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને અત્યારથી જ તમામ તૈયારીઓ કરી લીધી છે. જેથી લોકો 31stની ઉજવણી સારી રીતે અને મજા માણતા માણતા કરી શકે.
31st ડિસેમ્બરને લઈને DCPક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે શાંતિ અને સલામતીથી 31stની ઉજવણી થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 31st ડિસેમ્બરને લઈને અલગ અલગ પાર્ટી પ્લોટના સંયોજકો દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ સ્થળો પર સીસીટીવી ફરજીયાત કરવામાં આવ્યાં છે. જેથી તમામ પ્રવૃતિઓ પર વોચ રાખી શકાઈ.
આ સાથે જ તમામ પાર્ટી પ્લોટમાં ખાનગી ડ્રેસમાં પોલીસ હાજર રહેશે. જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. આ સાથે જ MV એક્ટ હેઠળ પીધેલા લોકો સામે વધુમાં વધુ કેસ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. DGPના માર્ગદર્શન હેઠળ બ્રીથ એનેલાઈઝરની સાથે સાથે ડ્રગ્સ ટેસ્ટીંગ કીટની પણ રાજકોટ પોલીસને આપવામાં આવી છે. જેથી કરીને ડ્રગ્સ પીધેલા પકડાય તો સ્થળ પર જ ટેસ્ટિંગ કરીને 15 મિનિટમાં જ જાણી શકાય અને  તેની સામે કાર્યવાહી કરી શકાય.આ કિટ અંદાજે 50 લાખની છે અને માત્ર 4 મહાનગર પાલિકામાં જ આ કિટ આપવામાં આવી છે. 
રાજકોટમાં પહેલી વખત 31st ડિસેમ્બરના કરવામાં આવશે
આ પહેલા જ્યારે ડ્રગ્સ પીધેલ કોઈ પણ પકડાય તો તેનું FSLમાં ટેસ્ટિંગ કરવામાં આવતુ હતું.  જેનું ઘણા સમય પછી પરિણામ આવતુ હતું. પણ આ કિટથી માત્ર 15 મિનિટમાં જ જાણી શકાશે કે તેને ડ્રગ્સ લીધુ છે કે નહીં.આ કિટનો ઉપયોગ રાજકોટમાં પહેલી વખત 31st ડિસેમ્બરના કરવામાં આવશે. આમ જો કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ લેતુ ઝડપાશે તો તેની સામે સ્થળ પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને તેને સજા પણ આપવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.